કોંગ્રેસનેતાના પૌત્ર સાથે રીલેશનશીપમાં હતી સારા અલી ખાન

કોંગ્રેસનેતાના પૌત્ર સાથે રીલેશનશીપમાં હતી સારા અલી ખાન

સારા અલીખાન બોલીવુડમાં ડેબ્યુ કરનારી પહેલી એવી સ્ટાર કીડ છે. જે બોલીવુડમાં આવતાની સાથે સૌથી વધુ લાઇમ લાઇટમાં રહે છે. પોતાની અંગત લાઇફને રહીને પણ તે ખુબ ખુલ્લાં મને વાત કરે છે. તાજેતેરમાં જ સારા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં તેની લવ લાઇફ બાબતે વાત કરી. સારાએ કહ્યું કે તે એક રાજનેતાના પૌત્રને ડેટ કરી ચુકી છે. તેણે આ ઇન્ટરવ્યું માં પોતોના બોય ફ્રેન્ડના નામ અંગે પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે વીર પહરીયાની સાથે રીલેશનશીપંમાં હતી.પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર બંન્નેની ડિટીંગ  2016માં શરૂ થઇ હતી. પરંતુ એક વર્ષ બાદ બંન્ને છૂટા પડી ગયા હતા. થોડા સમય પહેલાં જ સારા એક્ટર કાર્તિક આર્યન માટે પોતાના ક્રશનો ઇઝહાર પણ ખુલ્લે આમ કરી ચુકી છે. બોલિવુડની ખબરો મુજબ વીર પહેરિયા મંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. વીરના ભાઇની સાથે જ્હાનવી કપૂરના રિલેશન અંગેની વાતો થોડા સમય પૂર્વે ચર્ચામાં હતી. આમ તો સારા અલી ખાને ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશલ સ્કુલ  થી લીડરશીપ લેકચ્ચરશીપ સિરિઝ નો અભ્યાસ કર્યો છે. 

તેણે તે અંગે પણ ખુલીને વાત કરી હતી,સારા અને વીરની સગાઇ અંગે પણ 2016માં અફવોઓ ફેલાઇ હતી. મે 2016માં આ બંન્નેના પેચ અપ અંગે પણ સમાચાર વાયરલ થયા હતા.જેમાં તેમનો એક ફોટો પણ વાયરલ થયો હતો. વીરે દુબઇથી અભ્યાસ કર્યો છે, અને તેનું સપનું પોપ સ્ટાર બનવાનું છે. એક એફ. એમ. ચેનલ સાથેની વાતચીત દરમ્યાન સારાએ વીરને લઇને કહ્યું કે -તેને રોડ પર ઢોંસો ખાવામાં પણ કોઇ પ્રોબલેમ નથી. એ બહુ સેન્સેટીવ છે, એ એવી વ્યક્તિ છે. જેની સાથે તમે બીચ પર  ફરવા જવાનું પસંદ કરશો. જ્યારે મેં 10 ધોરણ પાસ કર્યું, ત્યારે મને મેડિકલ ફિલ્ડમાં જવું હતું અને સર્જન બનવું હતું ,પરંતુ મારા હાથ બહુ ધ્રુજતા હતા, તેથી મને લાગ્યું કે હું સર્જરી નહી કરી શકું. એટલે મે કાયદાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું, અને ઇતિહાસ તેમજ રાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અને અંતિમ વર્ષમાં અભિનયનો અભ્યાસ પણ કર્યો. 

 કરણ જોહરના  શો કોફી વિથ કરણ માં સૈફ અલી ખાને કહ્યું હતું કે, એ સારા અલી ખાનના બોયફ્રેન્ડને મળી ચુક્યો છે. મેં સારા અલી ખાનના બોયફ્રેન્ડની સાથે ડ્રીંક પણ કર્યું છે. ત્યાર બાદ તે રડી પડ્યો હતો.તેણે કહ્યું કે -હું  ખૂબ ઓપન માઇન્ડેડ છું. મારા પિતા પણ મારી સાથે ધણાં ઓપન માઇન્ડેડ હતા. જ્યારે રેપિડ ફાયર રાઉન્ડ માં તેને પુછવામાં આવ્યું કે તે સારા અલી ખાન ના બોય ફ્રેન્ડ ને કઇ ત્રણ વાતો પૂછશે તો  સૈફે જવાબ  આપ્યો હતો  કે- પોલિટ્ક્શ,વ્યુઝ, અને ડ્રગ. કરણે જોડ્યું કે પૈસા અંગે પૂછવું વધારે સારું હોત. તો આ વાત પર સૈફે કહ્યું હતુ કે જો પૈસા હોય તો મારી દીકરી જોડે લગ્ન કરી શકે છે.