પત્રકાર-લેખક રામ કમલ મુખર્જી ટૂંકી ફિલ્મ બનાવશે

પત્રકાર-લેખક રામ કમલ મુખર્જી ટૂંકી ફિલ્મ બનાવશે

પત્રકાર લેખક રામ કમલ મુખર્જી હવે ફિલ્મ સર્જનમાં ઝંપલાવી રહ્યા છે.  એ કેકવૉક નામે ટૂંકી ફિલ્મ બનાવવાના છે જેમાં ધર્મેન્દ્ર હેમા માલિનીની પુત્રી એશા ગુપ્તા બાવર્ચી તરીકે રજૂ થશે એવી જાણકારી મળી હતી. આ એવી પહેલી શોર્ટ ફિચર ફિલ્મ છે જે ખાસ ટેલિવિઝન માટે બની રહી છે એમ મુખર્જીની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મથી એશા ફરી અભિનય તરફ પાછી ફરશે.

પોતાની ફિલ્મ વિશે રામ કમલે માહિતી આપતાં કહ્યું કે મને સતત વાર્તા કહેવાનો શૉખ રહ્યો છે. બે વર્ષ પહેલાં મારો વાર્તાસંગ્રહ 'લોંગ આયલેન્ડ આઇસ્ડ ટી' પ્રગટ થયો હતો. એ સમયે બોલિવૂડના મારા ઘણા 

દોસ્તોએ કહ્યું હતું કે આ આઠ વાર્તાઓને કેન્દ્રમાં રાખીને સિરિઝ બનાવો. પરંતુ એ સમયે મને એ વાત ગળે ઊતરી નહોતી. હાલ હું જે શોર્ટ ફિલ્મ બનાવી રહ્યો છું એ કેકવૉક આ વાર્તા સંગ્રહમાંની નથી. આ આખીય જુદી વાર્તા છે. આ એક મહિલા શેફ (બાવર્ચી ) શિલ્પા સેનની કથા છે. આ રોલ એશા ગુપ્તા ભજવી રહી છે. શિલ્પા પોતાના જીવનમાં માત્ર બાર કલાક માટે જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એની આ કથા છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બોલિવૂડમાં એશા પહેલી એવી મહિલા છે જે પરદા પર મહિલા શેફ બનશે. અગાઉ કોઇ અભિનેત્રીએ રૂપેરી પરદા પર કે ટચૂકડા પરદા પર આવો રોલ ભજવ્યો નથી. આ ફિલ્મનું ડાયરેક્શન રામ કમલ મુખર્જી પોતે કરવાના છે. આ ફિલ્મથી એ ડાયરેક્ટર બની રહ્યા છે. અગાઉ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ ચીની કમમાં બાવર્ચીનો રોલ કર્યો હતો. ત્યારબાદ સૈફ અલી ખાને હોલિવૂડની ધ શેફ ફિલ્મના હિન્દી રૂપાંતરમાં આવો રોલ કર્યો હતો.