આલોક નાથ પર છ મહિના સુધી કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો

આલોક નાથ પર છ મહિના સુધી કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો

ટચૂકડા પડદાના સંસ્કારી બાબુ તરીકે જાણીતા થયેલા આલોક નાથ પર છ મહિના સુધી કામ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેના પર વિન્તા નંદા દ્વારા જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવ્યો છે. આ બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લ્યોયીઝે છ મહિના કામ પર પ્રતિબંધ મુક્યો છે.

વાત એમ છે કે, આલોક નાથ પર 'મી ટુ કેમ્પેઇન  દ્વારા વિન્તા નંદાએ જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. આ મામલે અભિનેતા પરકાર્યવાહી પણ ચાલુ હતી. તેના પર લાદેલા આરોપની તપાસમાં અભિનેતાએ સહયોગ આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે આ તપાસ પોશ (જાતીય સતામણી રોકથામ) નિયમ હેઠળ કરવામાં આવી હતી. આલોક નાથને પોશ દ્વારા ત્રણ વખત બોલાવામાં આવ્યા છતાં પણ તે પહોંચ્યો નહોતો. તેથી ફેડરેશન ઓફ વેસ્ટ્રન ઇન્ડિયા  સિને એમ્પ્લોયીઝે નોન-કોપરેટિવ ડાયરેકટિવ આ ફરમાન કર્યું છે. 

નોન-કોપરેટિવ ડાયરેકટિવ હેઠળ આલોક નાથને છ મહિના સુધી કોઇ પણ કામ ન કરવાની પાબંધી મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આલોક નાથ વિરુદ્ધ સિન્ટાએ એકશન પણ લીધી  છે અને તેને સંગઠનમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.