અમે સિક્રેટલી લગ્ન કરી શકીએ છીએઃ રિચા ચડ્ડા

અમે સિક્રેટલી લગ્ન કરી શકીએ છીએઃ રિચા ચડ્ડા

2018ના અંતમાં બોલિવૂડમાં બે લગ્ન થવા જઈ રહ્યા છે. નવેમ્બરમાં રણવીર-દીપિકા અને ડિસેમ્બરમાં પ્રિયંકા-નિક જોનાસના લગ્ન થવા જઈ રહ્યા છે. રિચા ચડ્ડાએ કહ્યું, દીપિકા અને રણવીર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. મારો અને અલી ફઝલનો સંબંધ હજી નવો છે. જો કે, અમે જો લગ્નનું પ્લાનિંગ કરીશું તો ભાગીને લગ્ન કરી લઈશું અને પછી ઘરે આવીને બધાને કહીશું. અમે પ્લાનિંગ કરીને કે લોકોને આમંત્રિત કરીને લગ્ન નહીં કરીએ. અમે હજી સુધી લગ્ન વિષે વિચાર્યું જ નથી. એટલે તેના વિષે વાત કરવી યોગ્ય નથી.