વિક્રાંત મેસી મેઘનાની ફિલ્મ ‘છપાક’ માં ચમકશે

વિક્રાંત મેસી મેઘનાની ફિલ્મ ‘છપાક’ માં ચમકશે

દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝાર સાથે મળીને એસિડ અટેક સર્વાઇવર્સ લક્ષ્મી અગ્રવાલ પર ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ 'છપાક ફાઇનલ થઇ ગયું છે. અત્યાર સુધી ચર્ચા હતી કે,ફિલ્મમાં આયુષ્માન ખુરાના અથવા રાજકુમાર રાવ જોવા મળી શકે છે, પણ હવે વિક્રાંત મેસીનનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં વિક્રાંત એક નોર્થ ઇન્ડિયન છોકરાનું પાત્ર ભજવશે જે એસિડ વાયોલન્સથી જોડાયેલુ કેમ્પઇન શરુ કરે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને દિલ્હીમાં થશે. આ ફિલ્મને લઇને વિક્રાંત વધુ ઉત્સાહી બન્યો છે.