શાહરુખ ખાનની સાથે ‘ઈજાઝત’ની રિમેકમાં વિદ્યા બાલન કામ કરવા માંગે છે

શાહરુખ ખાનની સાથે ‘ઈજાઝત’ની રિમેકમાં વિદ્યા બાલન કામ કરવા માંગે છે

વિદ્યા બાલન ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પૈકી એક છે જેણે ત્રણેય ખાન (શાહરુખ, સલમાન અને આમિર)માંથી કોઈની પણ સાથે કામ કર્યુ નથી. હાલમાં વિદ્યાએ શાહરુખ ખાનની સાથે 1987માં આવેલી રેખા-નસીરુદ્દીન સ્ટારર ફિલ્મ ‘ઈજાઝત’ની રિમેકમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યુ હતું કે, ‘અત્યા સુધી કોઈએ મને શાહરુખ સાથે કામ કરવાનો અપ્રોચ કર્યો નથી. હું તેની સાથે કામ કરવા માંગુ છું, તે માટે એક એવી ફિલ્મ હોવી જરૂરી છે, જેમાં અમારા બંનેના પાત્રો સૂટ પણ કરે. મારા મત્ત મુજબ, થોડી મેચ્યોર્ડ લવ સ્ટોરી હોવી જોઈએ, ત્યાં અમે સારા પણ લાગીશુ. ‘ઈજાઝત’ જો આજના સમયમાં બનાવવામાં આવે તો યોગ્ય ફિલ્મ સાબિત થશે.’