વરુણ ધવન અને સારા અલી ખાન સાથે ચમકશે, ડેવિડ ધવન કરશે ફિલ્મનું નિર્દેશન

વરુણ ધવન અને સારા અલી ખાન સાથે ચમકશે, ડેવિડ ધવન કરશે ફિલ્મનું નિર્દેશન

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન હવે વરુણ ધવન સાથે ફિલ્મમાં ચમકશે છે. વરુણનો ભાઇ રોહિત ધવન એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે જેનું નિર્દેશન ડેવિડ ધવન કરશે તેવી શક્યતાઓ  છે અને વરુણ ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે છે. આ ફિલ્મ માટે સારાનું નામ વિચારાયું હોવાની જાણકારી મળી હતી. જો કે હજુ સારા સાથે કોઇ પ્રકારના કાયદેસરના કરાર થયા નથી. 
અત્રે ઉલ્લેખનિય છે કે, હજી સુધી સારાની એક પણ ફિલ્મ રજૂ થઇ નથી. હાલ તેણી બે ફિલ્મો કરી રહી છે. એક અભિષેક કપૂરની કેદારનાથ જે, એક યા બીજા કારણે સતત વિલંબમાં પડી રહી છે. બીજી કરણે સારાને તરત પોતાની સિમ્બા ફિલ્મ માટે સાઇન કરી લીધી હતી. ટોચના ડાયરેક્ટર રોહિત શેટ્ટી રણવીર સિંઘને લઇને આ ફિલ્મ બનાવી રહ્યા છે. આમ હાલ સારા કેદારનાથ અને સિમ્બા એમ બબ્બે ફિલ્મો કરી રહી છે.