રેમો ડિસૂઝા અપકમિંગ ડાન્સ ફિલ્મમાં 4ડી ટેક્નિક લાવશે

રેમો ડિસૂઝા અપકમિંગ ડાન્સ ફિલ્મમાં 4ડી ટેક્નિક લાવશે

રેમો ડિસૂઝાની અપકમિંગ ડાન્સ પર આધારિત ફિલ્મમાં કેટરીના કેફ અને વરુણ ધવન જોવા મળશે. આ ફિલ્મને 4ડી ટેક્નોલોજીમાં તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં રેમોએ જણાવ્યું કે, તે તેની ટીમ 4ડી અને IMAX સ્પેસને એક્સપ્લોર કરવામાં વ્યસ્ત છે. બધા તેનાથી જોડાયેલી ટેક્નિકને શીખવામાં વ્યસ્ત છે. જલદી રેમો લોસ એન્જલસ જવાની તૈયારી કરી રહ્યો છે, જેથી તે ત્યાં 4ડી ટેક્નિકને સારી રીતે સમજી શકે.