ટોયલેટ-એક પ્રેમકથા ની સફળતા બાદ  શ્રીનારાયણસિંહ ફરી અક્ષય સાથે ફિલ્મ બનાવશે

ટોયલેટ-એક પ્રેમકથા ની સફળતા બાદ  શ્રીનારાયણસિંહ ફરી અક્ષય સાથે ફિલ્મ બનાવશે

શ્રીનારાયણ સિંહ અને અક્ષય કુમારે મળીને ટોયલેટ-એક પ્રેમકથા જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. આ જોડી ફરીથી સાથે કામ કરવાની તૈયારી બતાવી છે. ટોયલેટ...એક પ્રેમ કથા ફિલ્મ બાદ શ્રીનારાયણના દર્શકો પણ વધી ગયા હતાં. હાલમાં શ્રીનારાયણસિંહ બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેમાં શાહિદ કપૂર અને શ્રધ્ધા કપૂરની મુખ્ય જોડી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. હવે ફરીથી શ્રીનારાયણે અક્ષયને લઇને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ છે. તેણે કહ્યું હતું કે તે ફરીથી અક્ષય કુમાર સાથે ફિલ્મ બનાવવા ખુબ ઉત્સુક છે. આ માટે હાલમાં કહાની નથી, પણ ઝડપથી કહાની તૈયાર થતાં કામ શરૂ થશે. અક્ષયની યાદ આવતાં જ હું તેને મેસેજ કરી દઉ છું. તે મેસેજનો શક્ય હોય તેમ જલ્દી જ જવાબ આપે છે.