ફિલ્મ ‘હાસિલ ‘નો બીજો ભાગ તિગ્માંશુ ધૂલિયા બનાવશે

ફિલ્મ ‘હાસિલ ‘નો બીજો ભાગ તિગ્માંશુ ધૂલિયા બનાવશે

2003માં રિલીઝ થયેલી ઋષિતા ભટ્ટ અને જિમી શેરગિલ સ્ટારર ફિલ્મ હાસિલ બોલિવૂડની કલ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન તિગ્માંશુ ધૂલિયાએ કર્યું હતું. આ ફિલ્મ સ્ટુડન્ટ પોલિટિક્સ પર બેઝડ હતી. તિગ્માંશુએ આ વાર્તામાં યુવાનો પર ફોક્સ કર્યું હતું. હવે 15 વર્ષ બાદ તેનો બીજો પાર્ટ લઈને આવી રહ્યા છે. ફિલ્મની વાર્તા લખાઈ ગઈ છે, આવતા વર્ષે ફિલ્મ ફ્લોર પર આવી જશે. જો કે, હજી સુધી સ્ટાર કાસ્ટ એનાઉન્સ થઇ નથી. તિગ્માંશુ એ જણાવ્યું હતુ કે ,'હું પર્સનલી આજની જનરેશનથી નારાજ છું. આજના યુવા દેશના ભલા માટે સિરિયસ એફર્ટ લગાવી રહ્યા નથી. તિગ્માંશુ બે બાયોપિક પ્લાન કરી રહ્યા છે. એક ઇન્ડિયન સિનેમાના સૌથી મોટા મેકર પર છે તો બીજી સ્પોર્ટ્સ પર્સન પર છે. તે 'હાસિલનો બીજો પાર્ટ ડિટેલિંગ સાથે બનાવવા ઈચ્છે છે.