ટાઇગર શ્રોફની ‘બાગી 3’ 2020માં રિલીઝ થશે 

ટાઇગર શ્રોફની ‘બાગી 3’ 2020માં રિલીઝ થશે 

ટાઇગર શ્રોફ એક વાર ફરીથી 'બાગી 3 બનવવા માટે તૈયાર છે. 'બાગી 2ની સફળતા પછી તે 'બાગી 3 લઈને આવી રહ્યો છે. જો કે આ ફ્રેંચાઈઝીના ત્રીજા પાર્ટનું એનાઉન્સમેન્ટ 'બાગી 2ના રિલીઝ થતા જ થઇ ગયું હતું. આ વખતે ટાઇગરની ઓપોઝિટ સારા અલી ખાન જોવા મળી શકે છે. ફિલ્મનું દિગ્દર્શન અહમદ ખાન કરશે અને સાજિદ નાડિયાડવાલા અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ ફરીથી સાથે મળીને ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મ 6 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે.