ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ટ્રેલર 27મીએ રિલીઝ થશે

ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ટ્રેલર 27મીએ રિલીઝ થશે

યશ રાજ બેનરની આગામી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ટ્રેલર આ મહિનાની 27મીએ રજૂ થશે તેવી જાણકરી મળી છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં પહેલીવાર મેગસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે દર્શકોને નિહાળવા મળશે. ઉપરાંત કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ નજરે ચઢશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. અઢાર- ઓગણીસમી સદીમાં એક છેડે ગાંઠ મારેલા રેશમી રુમાલ દ્વારા પગપાળા કે ઘોડા-ઊંટ યા બળદગાડા દ્વારા જઇ રહેલા પ્રવાસીઓ કે વણઝારને લૂંટનારા ઠગો પોતાના શિકારના ગળામાં રૂમાલની ગાંઠ દ્વારા ફાંસો આપી દેતા હતા. આ પ્રસંગો પર આધારિત ફિલ્મની સ્ટોરી છે.  માહિતી મુજબ આદિત્ય ચોપરાએ ફિલ્મના પ્રમોશન માટે પણ એવી યોજના વિચારી છે કે દરેક નવું પોસ્ટર એક એક પાત્રનો પરિચય કરાવશે. આવા ફર્સ્ટ લૂક પોસ્ટર્સ 17 મી સપ્ટેંબરથી શરૂ થશે. સૌથી પહેલાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક રજૂ થશે.