આયુષ્યમાનની અંધાધુનનું વધુ એક પોસ્ટર રિલીઝ આવી રહ્યા છે પાંચમી ઓકટોબરે 

આયુષ્યમાનની અંધાધુનનું વધુ એક પોસ્ટર રિલીઝ આવી રહ્યા છે પાંચમી ઓકટોબરે 

આયુષ્યમાન ખુરાનાની વધુ એક અનોખી ફિલ્મ 'અંધાધુન' સાથે 5 ઓક્ટોબરે આવી રહ્યા છે. આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં આયુષ્યમાન ખુરાના અને તબ્બુ બંનેને દોરડાથી બાંધેલાં બતાવવામાં આવ્યાં છે. જેમાં તબ્બુની આંખ પર પટ્ટી બાંધેલી છે. આ ફિલ્મના ટ્રેલરને સલમાન ખાનના શો દસ કા દમમાં લોંચ કરવામાં આવ્યુ હતું. જેને કારણે દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તબ્બુનો રોલ આ ફિલ્મમાં નેગેટીવ છે. દ્રશ્યમ અને ગોલમાલ અગેઇન પછી તબ્બુને તેના ચાહકો વધુ એક વાર અલગ રોલમાં જોઇ શકશે. આયુષ્યમાને પણ આ પ્રકારની ફિલ્મ પહેલી જ વખત કરી છે. રાધીકા આપ્ટેનો રોલ પણ ખુબ જ મહત્વનો છે.