નશામાં ધૂત એક વ્યક્તિ અર્જુન કપૂરની વેનિટીમાં ઘૂસી ગયો

નશામાં ધૂત એક વ્યક્તિ અર્જુન કપૂરની વેનિટીમાં ઘૂસી ગયો

અર્જુન કપૂર અને પરિણીતિ ચોપરા તેમની આગામી ફિલ્મ ‘સંદીપ અને પિંકી ફરાર’માં જોવા મળશે. થોડા દિવસ પહેલા ફિલ્મનુ શૂટિંગ ઉત્તરાખંડના ચમોલીમાં ચાલી રહ્યુ હતુ, ત્યાં સેટ પર નશામાં ધુત એક વ્યક્તિ અર્જુન કપૂરની વેનિટી વેનમાં ઘુસી ગયો અને હેન્ડસેક કરવાની જીદ કરવા લાગ્યો. તેણે અર્જુનનો હાથ જબરજસ્તીથી પકડ્યો અને મચેડ્યો. ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો. તે જગ્યા પર હાજર સિક્યોરિટી ગાર્ડ અને પોલીસે દોડીને તે વ્યક્તિને પકડી લીધો. ત્યારબાદ વ્યક્તિને દંડ ફટકારીને છો઼ડી મૂક્યો. ફિલ્મના પહેલા શેડ્યૂલનુ શૂટિંગ દિલ્હીમાં થયા પછી હવે ટીમ નેપાલ જવા તૈયાર થઈ ગઈ છે, જ્યાં 30 ડિસેમ્બર સુધી શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મ 3 ઓગસ્ટ 2018એ રિલીઝ થશે.