‘કપૂર પરિવારની પૌત્રવધૂઓએ એ જ કર્યું છે જે તેમને કરવાનું પસંદ હતું.’

‘કપૂર પરિવારની પૌત્રવધૂઓએ એ જ કર્યું છે જે તેમને કરવાનું પસંદ હતું.’

કરિશ્મા કપૂરે કહ્યું કે, લોકોમાં ખોટી ધારણા છે કે, કપૂર પરિવાર ઘણો પારંપરિક છે અને તે પોતાના ઘરની પૌત્રવધૂઓને ફિલ્મમાં કામ કરવાની પરવાનગી આપતા નથી. કરિશ્માએ હાલમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'મને લાગે છે કે, એ અફવા છે કે કપૂર પૌત્રવધૂઓ કામ નથી કરતી. ભલે મારી માતા (બબીતા) હોય કે નીતૂ કાકી (ઋષિ કપૂરની પત્ની) હોય, તેમણે લગ્ન કર્યા બાદ બાળકો થયા બાદ પોતે જ કામ નહીં કરવાનો નિર્ણય લીધો. બીજી તરફ, જેનિફર આંટી (શશિ કપૂરની પત્ની) અને ગીતા આંટી (શમ્મી કપૂરની પહેલી પત્ની)એ લગ્ન બાદ પણ કામ કર્યું છે. તો, અમે બધાએ એ જ કર્યું જે અમને પસંદ હતુ.' ઈવેન્ટમાં હાજર કરિશ્માની બહેન કરીના કપૂરે કહ્યું, 'અમારા અભિભાવકોએ અમને એ કરવાની કયારેય ના નથી પાડી જે અમને ગમતુ હતુ.'