‘હાઉસફુલ-4’નો ફ્લેશ બેક સીન રાજસ્થાનમાં શૂટ થશે

‘હાઉસફુલ-4’નો ફ્લેશ બેક સીન રાજસ્થાનમાં શૂટ થશે

સાજિદ નાડિયાડવાલાની અપકમિંગ ફિલ્મ 'હાઉસફૂલ-4'નું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં થવાનું છે. ડિરેક્ટર સાજિદ ખાન આ ફિલ્મના પ્રથમ શેડ્યુલનું શૂટિંગ લંડનમાં કરશે. ત્યારબાદ બીજા શેડ્યુલનું શૂટિંગ રાજસ્થાનમાં થશે. આ ફિલ્મની વાર્તા પૂનર્જન્મ પર આધારિત છે. આના ફ્લેશબેકનું શૂટિંગ રાજસ્થાનમાં થશે. ત્યારબાદ છેલ્લા શેડ્યુલ માટે મુંબઇમાં મોટો સેટ લગાવવામાં આવશે. હાઉસફુલ સીરીઝના ચોથા ભાગમાં સંજય દત્ત, કૃતિ સેનન, બોબી દેઓલ અને પુજા હેગડે જેવા સ્ટાર્સ પ્રથમવાર જોવા મળશે.