ફિલ્મ ‘કેસરી’નું પહેલું પોસ્ટર રિલીઝ થયુ

ફિલ્મ ‘કેસરી’નું પહેલું પોસ્ટર રિલીઝ થયુ

અક્ષય કુમારને લીડ રોલમાં રજૂ કરતી ફિલ્મ કેસરીનું ફર્સ્ટ પોસ્ટર બુધવારે રિલિઝ થયું હતું. આ ફિલ્મના સર્જક કરણ જોહર છે. ફિલ્મ કેસરી બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત છે. આ કથા પરથી અજય દેવગણ પણ એક ફિલ્મ બનાવી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે એ ફિલ્મની ઔપચારિક જાહેરાત હજુ થઇ નથી. કેસરી આવતા વરસે રજૂ થવાની છે. ચાલુ વરસે રજૂ થયેલી અક્ષયની બંને ફિલ્મો પેડમેન અને ગોલ્ડ હિટ નીવડી હતી. આ બંને ફિલ્મો દર્શકો અને સમીક્ષકો બંનેને ગમી હતી. 1897માં દસ હજાર અફઘાન હુમલાખોરો સામે ફક્ત 21 શીખ સૈનિકોએ જોરદાર લડાઇ આપી હતી. જો કે મોટાભાગના શીખ સૈનિકો શહીદ થઇ ગયા હતા. આ લડાઇ ઇતિહાસમાં બેટલ ઑફ સારગઢી તરીકે ઓળખાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર હવાલદાર ઇશર સિંઘના પાત્રમાં જોવા મળશે.