મારા માટે ગ્લેમર કરતાં પાત્ર વધુ મહત્વનું: શ્વેતા ત્રિપાઠી

મારા માટે ગ્લેમર કરતાં પાત્ર વધુ મહત્વનું: શ્વેતા ત્રિપાઠી

હું ફિલ્મોની પસંદગીમાં ગ્લેમર રોલ કરતાં પાત્રને વધુ મહત્વ આપુ છું. તેવું સ્ટેટમેન્ટ એક કાર્યદરમિયાન મસાન અને હરામખોર જેવી ફિલ્મોમાં અભિનય થકી જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ આપી હતી.
શ્વેતાએ જણાવ્યું હતુ કે, હું પાત્ર માટે બધુ જ કરવા તૈયાર રહુ છું. પણ એ માટે પટકથાની આવશ્યકતા હોવી જરૂરી છે. હું અભિનેત્રી છું અને કોઇપણ ફિલ્મમાં એકાદ સિન કરવા માટે પણ તૈયાર હોઉ છું. ગ્લેમર પક્ષ થકી હું કદી આકર્ષિત થતી નથી. મને કોઇ કહે કે મારું પાત્ર વ્હીલચેર પર હશે તો હું આકર્ષિત થઇશ, પણ મારા કપડા બાબતે વાત હશે તો હું ખાસ ધ્યાન નહિ આપું. મારી ઇચ્છા એવી હોય છે કે નિર્દેશક મને માત્ર પાત્ર બાબતે કહે. હું ફિલ્મ માટે મારા માથાના તમામ વાળ કપાવવા પણ તૈયાર હોઉ છું.