પદ્માવતી ફિલ્મની રિલીઝ રોકવા સુપ્રીમનો ઈનકાર

પદ્માવતી ફિલ્મની રિલીઝ રોકવા સુપ્રીમનો ઈનકાર

નવી દિલ્હી: ફિલ્મ પદ્માવતીની રિલીઝ અટકાવવા પર પ્રતિબંધ મૂકવાનો શુક્રવારે સુપ્રીમકોર્ટે ઈનકાર કરી દીધો. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે અત્યારે ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ પણ નથી મળ્યું એવામાં કોર્ટે દખલ કરવાની જરૂર નથી. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટે બોર્ડના અનેક માપદંડ હોય છે. તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ પર વિચાર કરવા માટે ફિલ્મ સર્ટિફિકેશન એપેલટ ટ્રિબ્યુનલ પણ છે. અરજીમાં ફિલ્મની રજૂઆત અટકાવવાની સાથે તેની સ્ક્રીપ્ટની પણ તપાસ માટે પ્રતિષ્ઠિત ઈતિહાસકારોની એક સમિતિ બનાવવાની માગ કરાઈ હતી. અરજીમાં દાવો કરાયો છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીને ખોટી રીતે રજૂ કરીને ક્ષત્રિયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. દરમિયાન લખનઉમાં પણ અલ્હાબાદ હાઈકોર્ટની એક ખંડપીઠે પદ્માવતીની રિલીઝ અટકાવવા સંબંધી અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.