ટીવી અભિનેત્રી કેટ શર્મા સુભાષ ઘાઇની ફિલ્મમાં જોવા મળશે

ટીવી અભિનેત્રી કેટ શર્મા સુભાષ ઘાઇની ફિલ્મમાં જોવા મળશે

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ 2004માં આવેલી ફિલ્મ ઐતરાજની સિકવલ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ માટે તેણે નવા સ્ટારની શોધ પણ કરી લીધી છે. આ ફિલ્મમાં ટીવી અભિનેત્રી કેટ શર્માને લીડ રોલમાં જોવા મળશે. કેટ આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. કેટ શર્માએ સ્ટાર પ્લસના શો મેરી દુર્ગામાં કામ કર્યુ છે. સુભાષ ઘાઇને લાંબા સમયથી ઐતરાજની સિકવલ માટે નવા ચહેરાની શોધ હતી જે કેટ થકી પુરી થઇ છે. કેટ શર્માના જન્મ દિવસની પાર્ટીનું પણ ખુદ સુભાષ ધાઇએ આયોજન કર્યુ હતું. સુભાષની અગાઉ આવેલી ઐતરાજમાં અક્ષય કુમાર, કરીના કપુર અને પ્રિયંકા ચોપડા મુખ્ય ભૂમિકામાં હતાં. કેટએ ટીવી મેરી દુર્ગામાં નેગેટિવ રોલ નિભાવ્યો હતો.