સોનાક્ષી સિન્હા ‘કલંક’માં વણજારનના રોલમાં જોવા મળશે

સોનાક્ષી સિન્હા ‘કલંક’માં વણજારનના રોલમાં જોવા મળશે

કરણ જોહરની અપકમિંગ ફિલ્મ 'કલંક'માં છ સ્ટાર્સ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ ઉપરાંત સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂર પણ જોવા મળશે. ફિલ્મમાં સોનાક્ષીનો રોલ નાનકડો હશે. તેમાં તે વણજારનનો રોલ પ્લે કરી રહી છે, જે આદિત્ય રોય કપૂરના પાત્રની પત્ની બની છે. ફિલ્મમાં ભાગલા પછી સોનાક્ષીનું પાત્ર મૃત્યુ પામે છે. સોનાક્ષી આવતા અઠવાડિયે 'કલંક'નું શૂટિંગ શરૂ કરી શકે છે.