શાહરૂખ ખાન VFX પર 70 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યો છે

શાહરૂખ ખાન VFX પર 70 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યો છે

શાહરૂખ ખાન અત્યારે અમેરિકામાં ફિલ્મ 'ઝીરો'નું શૂટિંગ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં શાહરૂખ વામનનું પાત્ર પ્લે કરી રહ્યો છે. આ અવતારમાં તેને દેખાડવા માટે વીએફએક્સ (વિઝુઅલ ઈફેક્ટ્સ) પર ઘણો ખર્ચ કરી રહ્યો છે. શાહરૂખની કંપની રેડ ચિલીઝે તેમાં શાનદાર ઈફેક્ટ્સ લાવવા માટે 400 ઈનહાઉસ વીએફએક્સ સુપરવાઈઝર લગાવ્યા છે. સાથે જ અમેરિકાના મોટા સ્ટૂડિયોઝના વીએફએક્સ એક્સપર્ટ પણ આઉટસોર્સ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં ફક્ત વીએફએક્સ પર 70 કરોડથી વધારે ખર્ચવામાં આવશે. આવી રીતે ફિલ્મ 'બાહુબલી'બાદ વીએફએક્સની બાબતમાં બીજી બીગ બજેટની ફિલ્મ સાબિત થશે.