શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ નું શૂટિંગ દિલ્હીની આઠ કોલેજોમાં થશે 

શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ નું શૂટિંગ દિલ્હીની આઠ કોલેજોમાં થશે 

શાહિદ કપૂર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'કબીર સિંહના શૂટિંગમાં ઘણો જ વ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગુ બ્લોકબસ્ટર 'અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. ફિલ્મમાં શાહિદ સાથે કિઆરા આડવાણી પણ જોવા મળશે. ફિલ્મનું મુંબઈમાં શૂટિંગ શેડ્યૂલ પુરુ થઇ ગયું છે. હવે દિલ્હીની આઠ કોલેજોમાં ફિલ્મનું શૂટિંગ થશે. જાન્યુઆરીથી દિલ્હી શેડ્યૂલ શરુ થઇ જશે. શાહિદ અને કિઆરા 25 દિવસ ત્યાં શૂટિંગ કરશે. કોલેજ સીન્સ મારે શાહિદે નવો લૂક પણ લીધો છે. 'અર્જુન રેડ્ડી ના દિગ્દર્શક સંદીપ વાંગા જ આ રિમેક પણ ડાયરેક્ટ કરશે.