શાહિદ કપુર બન્યો એશિયાનો સૌથી આકર્ષક વ્યક્તિ

શાહિદ કપુર બન્યો એશિયાનો સૌથી આકર્ષક વ્યક્તિ

બ્રિટનના એક સાપ્તાહિક અકબારના વાર્ષિક પોલમાં શાહિદ કપરને સૌથી આકર્ષક એશિયાઈ વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દુનિયાભરનાં પ્રશંસકો તરફથી મળેલા વોટના આધાર પર વર્ષની સૂચી જાહેર કરે છે. શાહિદે પોલમાં ઋતિક રોશન અને બ્રિટિશ-પાકિસ્તાનની ગાયક જેન મલિકને પાછળ છોડી દીધા છે. ઋતિક સતત ત્રણ વર્ષથી પોલમાં બીજા સ્થાન પર હતા જ્યારે ગત વર્ષના વિજેતા જેન આ વર્ષે ત્રીજા સ્થાન પર છે. શાહિદે કહ્યુ છે, ‘હું વોટ આપનારાઓને આભાર માનુ છું અને એશિયાનો સૌથી આકર્ષક વ્યક્તિના ટેગ મળવાથી હું ખૂબ સમ્માનિત અનુભવી રહ્યો છું.