શાહરુખ ખાનનું લંડનમાં ‘ગેમ ચેન્જર્સ ઓફ ઈન્ડિયા હોલ ઓફ ફેમ’થી થયું સન્માન 

શાહરુખ ખાનનું લંડનમાં ‘ગેમ ચેન્જર્સ ઓફ ઈન્ડિયા હોલ ઓફ ફેમ’થી થયું સન્માન 

લંડનમાં યોજાયેલી એક બિઝનેસ સમિટ દરમિયાન બોલિવૂડના કિંગ ખાન શાહરુખને હિન્દી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા માટે ‘ગેમ ચેન્જર્સ ઓફ ઈન્ડિયા હોલ ઓફ ફેમ’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેને સિનેમા જગતમાં શાનદાર કામ અને હિન્દી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ઓળખ આપવા માટે એનાયત કરાયો હતો. દરમિયાન શાહરુખ ખાને કહ્યું હતું કે, તમે જ્યારે ગેમ ઓફ ચેન્જર બનો છો ત્યારે એ સન્માન માત્ર તમારું નથી હોતું પણ, એમાં ઘણા લોકો સામેલ હોય છે. મારી સાથે કામ કરનારા સહયોગીઓ, જેમણે મારી કલ્પનાને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી છે.