સંજય દત્ત અને માધુરી દિક્ષીત ફરી એકવાર સાથે દેખાશે 

સંજય દત્ત અને માધુરી દિક્ષીત ફરી એકવાર સાથે દેખાશે 

સંજય દત્ત અને માધુરી દિક્ષીત એક બીજાથી નજીક હોવાની ચર્ચા  બોલીવુડમાં વહેતી થઇ હતી. પણ સંજય દત્તની ગેરકાયદેસર હથીયારના મામલામાં ધરપકડ થતાં માધુરી દૂર થઇ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજૂ રિલીઝ થઇ ત્યારે માધુરી ચિંતામાં હતી. જોકે ફિલ્મમાં તેના વિશે કંઇ જ દેખાડાયું નહોતું. હવે વર્ષો પછી આ બંને ફરીથી એક સાથે કામ કરી રહ્યા છે. બન્ને કરણ જોહરની ફિલ્મ 'કલંક' સાથે જોવા મળશે. પણ બંનેએ કોઇપણ જાતની કડવાહટ વગર પ્રોફેશનલ કલાકારોની જેમ કામ કર્યુ છે. ચર્ચા છે કે માધુરી પર એક મુજરો શૂટ થશે, જેમાં તેણી સંજય દત્તની સામે જ ડાન્સ કરશે.