યૂલિયા વંતૂરની ડેબ્યુ ફિલ્મમાં સલમાન દેખાશે નહિ

યૂલિયા વંતૂરની ડેબ્યુ ફિલ્મમાં સલમાન દેખાશે નહિ

સલમાન ખાનની મિત્ર યૂલિયા વંતૂર ટૂંક સમયમાં જ ફિલ્મ 'રાધા ક્યોં ગોરી મૈં ક્યોં કાલા' દ્વારા ડેબ્યુ કરવાની છે. એક્ટિંગ કરિયરની શરૂઆતમાં સલમાને યૂલિયાની મદદ કરી હતી. આ ફિલ્મ ફ્લોર પર જતી રહી છે અને સલમાને તેને શુભકામનાઓ આપી છે. ફિલ્મમાં તેની સાથે જિમી શેરગિલ પણ છે. સાંભળવા મળ્યું હતું કે, સલમાન ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સ આપશે પરંતુ, ડાયરેક્ટર પ્રેમ સોનીએ આ વાતને અફવા ગણાવી હતી.