દબંગ-3થી ડેબ્યૂ કરી શકે છે સલમાન ખાનની ભત્રીજી એલીજા અગ્નિહોત્રી 

દબંગ-3થી ડેબ્યૂ કરી શકે છે સલમાન ખાનની ભત્રીજી એલીજા અગ્નિહોત્રી 

અતુલ અગ્નિહોત્રી અને અલવીરા અગ્નિહોત્રીની પુત્રી એલીજા અગ્નિહોત્રી મામા સલમાન ખાનની ફિલ્મ 'દબંગ-3'થી ડેબ્યૂ કરી શકે છે. આ દિવસો દરમિયાન તે ડાન્સિંગ અને એક્ટિંગ ક્લાસિસ અટેન્ડ કરી રહી છે. તે કોરિયાગ્રાફર સરોજ ખાન પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઇ રહી છે. હાલમાં જ સલમાન ખાનને પણ તેમના ડાન્સ ક્લાસની બહાર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે એલિજા 'દબંગ-3'માં સોનાક્ષી પછી સેકેન્ડ લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મ માટે 27 માર્ચ 2020 તારીખ નક્કી કરવામાં આવી છે.