રાધાકૃષ્ણની કહાની કહેતી વખતે ભાવુક થયો રવિ કિશન

રાધાકૃષ્ણની કહાની કહેતી વખતે ભાવુક થયો રવિ કિશન

હાલમાં શરૂ થયેલા કાર્યક્રમ 'રાધાકૃષ્ણ'ને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ શો સાથે ભોજપુરીના જાણીતા અભિનેતા રવિ કિશન પણ સામેલ થયો હતો. તેણે કહ્યું હતું કે હું જ્યારે આ શોનું ડબિંગ કરી રહ્યો હતો ત્યારે એમ લાગ્યું હતું કે જાણે હું શ્રીકૃષ્ણના યુગમાં પહોંચી ગયો છું. આ શોમાં ભગવાન શ્રી કૃષ્ણએ લોકોને પ્રેમની પરિભાષા બતાવી છે. 
ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમનો અર્થ સમજાવવા માટે પ્રેમ કર્યો હતો. તેના પ્રેમમાં ત્યાગ હતો. રવિએ કહ્યું હતું કે હું મારી અસલી જિંદગીમાં પણ શ્રી કૃષ્ણને ખુબ માનુ છું. પ્રેમમાં હમેંશા આપવાનું હોય છે, પામવાનું નથી હોતું. શ્રીરાધાકૃષ્ણએ આ વાત પ્રેમ થકી દુનિયાને સમજાવી છે.