રામ ગોપાલ વર્માની આવનાર ફિલ્મ ‘વાયરસ’ હશે

રામ ગોપાલ વર્માની આવનાર ફિલ્મ ‘વાયરસ’ હશે

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ રવિવારે પોતાની અપકમિંગ ફિલ્મનું નામ અનાઉન્સ કરી દીધું છે. તેણે ટિ્વટ કરીને લખ્યું કે, 'મારી અપકમિંગ ફિલ્મનું નામ 'વાયરસ' છે. આને પરાગ સંધવી પ્રોડ્યૂસ કરશે. આ પહેલા પરાગ 'સરકાર' અને 'ધ અટેક ઓફ 26/11' પણ પ્રોડ્યૂસ કરી ચૂક્યા છે. રામૂ આ દિવસો દરમિયાન પોતાની અન્ય ફિલ્મો 'ગેહેર', 'રાય' અને 'ન્યુક્લિયર'માં વ્યસ્ત છએ. 'ગેહેર'માં મિથુન ચક્રવર્તી અને અમિત સાધ કામ કરી રહ્યા છે. જ્યારે 'રાય' ગેંગસ્ટરથી બિઝનેસમેન બનેલા મુથપ્પા રાયની બાયોપિક છે.