સની દેઓલની ફિલ્મમાં પ્રિતીનો જબરદસ્ત લૂક

સની દેઓલની ફિલ્મમાં પ્રિતીનો જબરદસ્ત લૂક

સની દેઓલ અભિનિત ફિલ્મ ભૈયાજી સુપરહિટ હવે 19મી ઓકટોબરે રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિતી ઝીંટા પણ જબરદસ્ત લૂકમાં જોવા  મળશે. તેનું પોસ્ટર રિલીઝ થયું છે જેમાં તે લાલ સાડી અને હાથમાં રિવોલ્વર સાથે ઉભેલી નજરે ચઢે છે. પોસ્ટરમાં લખ્યું છે-સપના દૂબે, ભૈયાજી કી ધરમ  પત્નિ ઓૈર ગરમ  પત્નિ...બોલતી કમ ગોલી જ્યાદા ચલાતી હૈ. આ પોસ્ટરને લોકો પસંદ કરી રહ્યા છે. જો કે સની દેઓલ અને પ્રિતીની  આ ફિલ્મ ઘણી જુની છે. શુટીંગ લાંબા સમય પહેલા થઇ ગયું છે હવે રિલીઝ થઇ રહી છે. સની દેઓલ, પ્રિતી ઝીંટાની સાથે શ્રેયશ તલપડે, અરશદ વારસી, અમિષા પટેલ  અને વિજેન્દ્ર કાલા, જયદીપ અહલાવત, મુકુલ દેવ, પંકજ ત્રિપાઠી અને પંકજ ઝા પણ જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે છે.