પાટણઃ ચોરી કરેલી 9 એક્ટીવા અને 2 બાઇક સાથે બે ઝડપાયા

પાટણઃ ચોરી કરેલી 9 એક્ટીવા અને 2 બાઇક સાથે બે ઝડપાયા

પાટણ બી ડીવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે અઘાર તરફથી એક એકટીવાને રોકીને તેના પર સવાર બે શખ્સોને પકડી પાડ્યા હતા. તેની પુછપરછમાં 9 એકટીવા અને 2 બાઇક મળી કુલ 11 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પાટણ બી ડીવીઝન પીઆઇ ડી.એચ.ઝાલા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.કે.ઝાલા, શૈલેષ, હર્ષદભારથી, ફરહાનભાઇ, વનરાજસિંહ, અલુભા, જીતેન્દ્રકુમાર સહિત પોલીસ કર્મચારીની ટીમને મળેલ બાતમી આધારે શિહોરી ત્રણ રસ્તા નજીક એક્ટીવા જીજે 24 એલ 8593 ઠાકોર કરણસંગ વિનુભા અને ઠાકોર ભરતજી અહજીજી રહે.અઘારને પકડી પાડીને વધુ પુછપરછ કરતા પાટણ સીટીમાંથી એક્ટીવા 9 અને બાઇક 2 મળી કુલ 11 વાહન ચોરી કરી હતી. તેવું પીએસઆઇ વાય.કે.ઝાલા જણાવ્યુ હતું.