પંકજ ત્રિપાઠીને વેબ સિરીઝમાં મહત્વની ભુમિકા મળશે

પંકજ ત્રિપાઠીને વેબ સિરીઝમાં મહત્વની ભુમિકા મળશે

બોલીવૂડના અનેક મોટા કલાકારો અને ટીવીના કલાકારો વેબ સિરીઝમાં પણ કામ કરી રહ્યા છે. સૈફ અલી ખાન અને નવાજુદ્દિન સિદ્દીકીની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સએ નેટફિલકસ પર ધૂમ મચાવી હતી. નવાજુદ્દિને વિલનનો અને સૈફ અલી ખાને પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો. આ સિરિઝની હવે સિઝન-૨ પણ આવશે. આ વખતે પંકજ ત્રિપાઠીને મુખ્ય રોલ આપવામાં આવ્યો છે. બીજી સિઝનનું શુટીંગ નવેમ્બરમાં મુંબઇમાં શરૂ થશે. પહેલી સિઝનમાં ગુરૂજીનો રોલ નિભાવનાર પંકજને આ વખતે નવાજુદ્દીન સાથે સેન્ટ્રલ રોલમાં જોવા મળશે.