પાકિસ્તાનમાં પેડમેન પર પ્રતિબંધ લગાવાયો

 પાકિસ્તાનમાં પેડમેન પર પ્રતિબંધ લગાવાયો

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન હવે પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ત્યાંના ફેડરલ સેન્સર બોર્ડ (FCB)એ આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, 'અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને આ પ્રકારની મૂવીને ઈમ્પોર્ટ કરવાની મંજૂરી ન આપી શકીએ. આ ફિલ્મ અમારા ટ્રેડિશન અને કલ્ચરની વિરૂદ્ધ છે.' અક્ષય કુમાર અને રાધિકા આપ્ટેની જોડી આ ફિલ્મમાં છે, જેમાં મહિલાઓના પીરિયડ્સ સંલગ્ન અનેક વાત જણાવવામાં આવી છે. આ અંગે જે ખોટી વાતો પ્રચલિત છે, તેને દૂર કરવાના પણ પ્રયાસ કરાયાં છે. ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે.