સેટ પર અલી ફઝલએ રીચા માટે હોમ મેડ ફૂડ મગાવ્યું

સેટ પર અલી ફઝલએ રીચા માટે હોમ મેડ ફૂડ મગાવ્યું

રીચા ચડ્ડા હાલ લખનૌમાં અનુભવ સિન્હાની ફિલ્મ 'અભી તો પાર્ટી શુરૂ હુઇ હે'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યાં તેનો બોયફ્રેન્ડ અલી ફઝલ પણ તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મ 'મિલન ટોકિઝ'ની શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન રીચાએ વારંવાર યુનિટનું જમવાનું ખાતા તે બોર થઇ ગઇ. જ્યારે તેમણે આ વાત અલી ફઝલને કહી તો અલીએ તરત એમની પ્રૉબ્લેમ દૂર કરી દીધી. ખરેખર લખનૌઉ અલીનું હોમ ટાઉન છે અને તેનું આખું ફેમેલી ત્યાં જ રહે છે. એવામાં અલીએ પોતાના પરિવાર સાથે વાત કરીને રીચા માટે ગરમા ગરમ હોમ મેડ ફૂડ મંગાવી લીધું.