હવે દબંગ-૩ 2019માં રિલીઝ થશે

હવે દબંગ-૩ 2019માં રિલીઝ થશે

દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મનું કામ શરૂ કરવા સલમાન ખાને તૈયારી બતાવી છે. જોકે હાલમાં તે વ્યસ્ત હોવાને કારણે કામ આગળ વધતુ નથી. અરબાઝ ખાન નિર્માણ માટે તૈયાર છે અને પ્રભુદેવા પણ નિર્દેશન માટે તૈયારી બતાવી રહ્યા છે. સોનાક્ષી સિન્હાને હીરોઇન તરીકે ફાઇન કરી લેવામાં આવી છે. દબંગ-૩ને 2018માં જ રિલીઝ કરી દેવાનું નક્કી થયુ હતું. પરંતુ હજુ સુધી શુટીંગ પણ શરૂ થઇ શકયું નથી. પણ હવે સલમાન ખાને આ ફિલ્મ રિલીઝ કરવાની તારીખ નક્કી કરી લીધી છે. તે જાન્યુઆરી-૧૯માં શુટીંગ શરૂ દેશે અને મે મહિના સુધીમાં કામ પુરૂ થઇ જશે. આ ફિલ્મ નવા વર્ષમાં ગાંધી જયંતિ કે દિવાળી પર રિલીઝ થશે. ઉલ્લેખનિય છે કે સલમાનની ભારત આવતા વર્ષે ઇદ પર આવશે.