હવે મારે નાયિકાપ્રધાન ફિલ્મો કરવી છે.

હવે મારે નાયિકાપ્રધાન ફિલ્મો કરવી છે.

મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યું હતું કે હવે મારે નાયિકા પ્રધાન ફિલ્મો વધુ કરવી છે. અત્યાર અગાઉ મેં એ પ્રકારની ફિલ્મો કરી નથી. તાજેતરમાં શાહરુખ ખાનની આનંદ એલ રાય નિર્દેશિત ફિલ્મ ઝીરો બોક્સ ઑફિસ પર પીટાઇ ગયા બાદ કેટરિના સાવધ થઇ ગઇ હોય એવું લાગે છે. અગાઉ એણે કરેલી મોટા ભાગની ફિલ્મો મસાલા ફિલ્મો હતી 

જેમાં નકરું મનોરંજન પીરસાયું હતું. કેટલીક ફિલ્મો કન્ટેન્ટ આધારિત પણ હતી. એણે આદિત્ય રોય કપૂર જેવા યુવાન હીરો સાથે પણ કેટલીક મનોરંજક ફિલ્મો કરી પરંતુ એવી કેટલીક ફિલ્મો પણ બોક્સ ઑફિસ પર ચાલી નહોતી એ હકીકત મોડે મોડે કેટરિનાને સમજાઇ હોય એવું લાગે છે. એણે કહ્યું કે હવે મારે માત્ર મનોરંજક હોય એવી ફિલ્મો કરવી નથી, નાયિકા પ્રધાન ફિલ્મો પર ધ્યાન કેન્દ્રીત કરવું છે.

કેટરિનાની નિકટનાં સૂત્રોએ કહ્યું કે હાલ કેટરિના પાસે ડઝનેક સ્ક્રીપ્ટ્સ છે. એમાં કઇ કઇ નાયિકા પ્રધાન સ્ટોરીલાઇન ધરાવે છે એ જોયા બાદ કેટરિના એવી સ્ક્રીપ્ટને અલગ તારવીને એના પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. 

ઝીરો પછી કેટરિનાના બદલાયેલા વલણનો બોલતો પુરાવો એ છે કે એણે રેમો ડિસોઝાની વરુણ ધવન સાથેની ફિલ્મ એબીસીડી થ્રી સ્વીકાર્ય ાબાદ એ ફિલ્મ છોડી દીધી હતી. હાલ એ સુપર સ્ટાર સલમાન ખાન સાથે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત કરી રહી છે.