રેમોની ફિલ્મમાં નોરા અને શ્રદ્ધા કપૂરની ડાન્સ કોમ્પિટિશન 

રેમોની ફિલ્મમાં નોરા અને શ્રદ્ધા કપૂરની ડાન્સ કોમ્પિટિશન 

વરુણ ધવન હાલના દિવસોમાં અમૃતસરમાં રેમો ડિસુઝાની આગામી ડાન્સ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની ઓપોઝિટ શ્રદ્ધા કપૂર હશે. તેઓ 10 ફેબ્રુઆરીથી લંડનમાં શરૂ થનારા ફિલ્મના આગામી શેડ્યુઅલમાં ટીમને જોઈન કરશે. ફિલ્મમાં નોરા ફતેહી પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. સાંભળવા મળ્યું છે કે બંને વચ્ચે જલ્દી જ એક ફેસ-ઓફ ફિલ્માવવામાં આવશે. ફિલ્મમાં શ્રદ્ધા અને નોરાની ટીમ સ્ટ્રીટ ડાન્સ કોમ્પિટિશનમાં સામસામે થશે.