મોહિત રૈના ‘ઉડી’થી બોલિવૂડ ડેબ્યૂ કરશે 

 મોહિત રૈના ‘ઉડી’થી બોલિવૂડ ડેબ્યૂ કરશે 

'દેવો કે દેવ: મહાદેવ' ફેમ એક્ટર મોહિત રૈના સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ 'ઉડી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ફિલ્મમાં મોહિત ભારતીય સેનાના અધિકારીની ભૂમિકા ભજ‌વશે. 'ઉડી'નું શૂટિંગ હાલ જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં વિક્કી કૌશલ અને યામી ગૌતમ લીડ રોલ પ્લે કરી રહ્યાં છે. તેમાં પરેશ રાવલ એનએસએ અજીત ડોભાલનું પાત્ર ભજવશે. આદિત્ય ઘરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે રિલીઝ થશે.