માધુરી-અનિલે ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કર્યું

માધુરી-અનિલે ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કર્યું

18 વર્ષ બાદ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરે તેમની અપકમિંગ ફિલ્મ 'ટોટલ ધમાલ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના નિર્દેશક ઈન્દ્ર કુમારે જણાવ્યું, 'ફિલ્મ 'બેટા'ના 26 વર્ષ બાદ અમે ત્રણેય સાથે શૂટિંગ કરી રહ્યાં છીએ અને આ ફિલ્મને લઈને હું ઘણો એક્સાઈટેડ છું. ફિલ્મમાં બંને પતિ-પત્નીના રોલમાં જોવા મળશે. તેમાં અનિલના પાત્રનું નામ અવિનાશ હશે.' ઈન્દ્રે એ પણ જણાવ્યું છે કે, ફિલ્મની કાસ્ટ રવિવારથી માધુરીની સાથે સોન્ગનું શૂટિંગ શરૂ કરશે.