રસિકા દુગ્ગલ હવે ‘મિર્જાપુર’માં ક્રૂર મહિલાનું પાત્ર નિભાવશે

રસિકા દુગ્ગલ હવે ‘મિર્જાપુર’માં ક્રૂર મહિલાનું પાત્ર નિભાવશે

હાલમાં રસિકા વેબ સ્પેસ પર અવોર્ડ-વિનિંગ શોર્ટ ફીલ્મ 'ચટની'માં જોવા મળી હતી. નંદિતાદાસની બાયોપિક'મંટો'માં રસિકા દુગ્ગલ સાફિયા મંટોની ભૂમિકા નિભાશે. તે રંગમંચથી પણ જોડાયેલી છે અને ટીવી પર પણ નજર આવી ચૂકી છે. રસિકાએ હજુ સુધી સોફ્ટ અને સારા પાત્રો નિભાવ્યા છે, પણ હવે તે પોતાનો ઘેરાવ તોડવા માંગે છે. પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને કંઈક એવુ કરવા માંગે છે કે, જેના વિશે પોતે પણ ક્યારે વિચાર્યુ નહીં હોય. નવા પ્રોજેક્ટમાં કેવળ તેનો લુક નહીં પણ તેની ભૂમિકા પણ દર્શકોને દંગ કરી દેશે. રસીકાનુ નામ અમેજન પ્રાઈમની આગામી ફીલ્મ 'મિર્જાપુર' માટે નક્કી થયુ છે. ફીલ્મમાં રસીકા એક ક્રૂર મહિલાના પાત્રમાં જોવા મળશે, જેને ગામડાંના દરેક પુરૂષો મેળવવા માંગે છે.