કાર્તિક આર્યન અને જૈકલીન ફર્નાન્ડીઝ સાથે કામ કરશે

કાર્તિક આર્યન અને જૈકલીન ફર્નાન્ડીઝ સાથે કામ કરશે

જૈકલીન ફર્નાન્ડીઝ કોઇ ખાસ મોટો પ્રોજેક્ટ ન હોવાને કારણે તેણીએ કાર્તિક આર્યન સાથે ફિલ્મ ઓફર થતાં તે કામ કરવા રાજી થઇ ગઇ છે. કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'ની હિન્દી રિમેકમાં કરશે. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા અભિષેક જૈન નિર્દેશીત કરશે. કન્નડ ફિલ્મમાં નિખીલ સિધ્ધાર્થ અને સિમરન પનીજાએ મુખ્ય રોલ નિભાવ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ જૈકલીન અને આર્યન સાથે કામ કરી રહ્યાનું ટ્વિટર પર જણાવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા અજય કપૂર, ધીરજ વાધવાન અને વૃતિકા લેકર છે.