કાર્તિક આર્યન પાસે ફિલ્મોની લાઇન લાગી

કાર્તિક આર્યન પાસે ફિલ્મોની લાઇન લાગી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી 100 કરોડ બ્લોકબ્સ્ટરમાં જગ્યા બનાવે ફિલ્મ થકી દર્શકોમાં નામના બનાવનાર કાર્તિક આર્યનને વધુ એક મોટા નિર્દેશકની ફિલ્મ મળી છે, તેવા સમાચાર આવી રહ્યા છે. હાલ કાર્તિક પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ છે. તેની વધી રહેલી લોકપ્રિયતા અને સ્ટારડમને કારણે તેને મોટા પ્રોજેકટ મળી રહ્યા છે. 
ઇમ્તિયાઝ અલીએ પણ એક ફિલ્મ માટે કાર્તિકને સાઇન કર્યો છે. ઇમ્તિયાઝ ઘણા દિવસથી એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. ઇમ્તિયાઝની આ ફિલ્મ પહેલા પણ કાર્તિક બે ફિલ્મ સાઇન કરી ચુકયો છે. જેમાં એક ફિલ્મ લુકાછિપીનું ગ્વાલિયરમાં શુટીંગ પણ થઇ ગયું છે. જ્યારે બીજી કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીની હિન્દી રિમેક છે. જેમાં તેની સાથે જૈકલીન ફર્નાન્ડીસ છે.