કરણ જોહર થ્રિલર -હોરર ફિલ્મ કાલની સિક્વલ બનાવી શકે છે

કરણ જોહર થ્રિલર -હોરર ફિલ્મ કાલની સિક્વલ બનાવી શકે છે

નિર્દેશક અને નિર્માતા કરણ જોહર ફિલ્મ કાલની સિક્વલ બનાવે તેવી શક્યતાઓ છે.મોટા ભાગે કરણ જોહરની ફિલ્મ પારિવારિક અને રોમાન્ટિક હોય છે પણ કરણે વર્ષ 2005માં થ્રિલર- હોરર ફિલ્મ કાલ બનાવી હતી. કરણ જોહરે શાહરુખ ખાન સાથે મળીને આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં અજય દેવગણ, જોન અબ્રાહમ, વિવેક ઓબોરોય, ઈશા દેઓલ અને લારા દત્ત જેવા કલાકારો હતા.આ ફિલ્મ કાર્બેટ નેશનલ પાર્કમાં વાઘના શિકાર, ત્યાં મરી ગયેલા લોકો અને ફસાઈ જનાર વ્યક્તિ પણ આધારિત હતી. એવી માહિત મળી છે કરણ હવે કાલ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરે છે, જોકે હજુ સુધી ફિલ્મ પર કોઈ શરૂ થવાની માહિતી મળી નથી.