કપિલ શર્માના શોના પ્રથમ મહેમાન અજય દેવગણ બનશે

કપિલ શર્માના શોના પ્રથમ મહેમાન અજય દેવગણ બનશે

કપિલ શર્મા જલદી જ નવા કોમેડી શો 'ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા'થી ટીવી પર પાછો ફરી રહ્યો છે. પહેલા ચર્ચા હતી કે, આ શોમાં સામાન્ય લોકો જ જોવા મળશે પણ એક રિપોર્ટ અનુસાર, હવે આ શોમાં સેલિબ્રિટીઝ પણ હશે. કપિલના નવા શોના પ્રથમ મહેમાન તરીકે અજય દેવગણ બનશે તેવી ચોક્કસ શક્યતા છે. તાજેતરમાં અજયે કપિલની સાથે એક પ્રોમો પણ શૂટ કર્યો. આ પ્રોમોમાં અજય પહેલા કપિલના શોમાં આવા માટે ના પાડશે પણ બીજી જ ક્ષણે તે આ શોમાં આવવા માટે હા પાડશે.