કંગનાએ તેની નવી ફિલ્મ મણિકર્ણિકાનું શુટીંગ શરૂ કર્યુ

કંગનાએ તેની નવી ફિલ્મ મણિકર્ણિકાનું શુટીંગ શરૂ કર્યુ

કંગના રાનૌતની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ સિમરનને ધારી સફળતા મળી નથી. તે આ નિષ્ફળતાને ભુલી અને વિવાદને બાજુએ મુકી નવી ફિલ્મના કામમાં વળગી ગઇ છે. 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી'નું શુટીંગ શરૂ થઇ ગયું છે. કંગનાએ તાજેતરમાં બાંદ્રામાં ત્રણ માળનો એક બંગલો વીસ કરોડમાં ખરીદ કર્યો છે. તે હાલમાં આ બંગલાનો ઉપયોગ મણિકર્ણિકા ફિલ્મના પ્રોડકશન હાઉસની ઓફિસ માટે કરશે. ૬૭ હજાર સ્કવેર ફીટના આ બંગલામાં ૫૬૫ સ્કવેર ફીટ તો કાર પાર્કિંગ માટે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના જીવન પર આ ફિલ્મ આધારીત છે. ફિલ્મનું નિર્દેશન ક્રિશનું છે. સોનુ સૂદ, સુરેશ ઓબેરોય, અતુલ કુલકર્ણી, અંકિતા લોખંડે પણ ફિલ્મમાં હશે.