મારે હવે નવી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પડવું છે: જોન 

મારે હવે નવી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પડવું છે: જોન 

અભિનેતા કમ ફિલ્મ નિર્માતા જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે મને પૂરતી સફળતા મળી ચૂકી છે. હવે મારે નવી પ્રતિભાઓને આગળ આવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવું છે. વીકી ડોનર જેવી ફિલ્મથી આયુષમાન ખુરાનાને તક આપી હતી, જ્હૉને કહ્યું કે આપણા દેશમાં પ્રતિભાની જરાય કમી નથી. પરંતુ સાવ નવોદિતોને બોલિવૂડમાં કઇ રીતે પ્રવેશવું અને કેવી રીતે આગળ વધવું એની માહિતી કે સૂઝ સમજ ઓછી હોય છે. મારે હવે નવી પ્રતિભાઓને તક આપતી ફિલ્મો બનાવવી છે. નિર્માતા તરીકેની મારી પહેલી ફિલ્મ વીકી ડોનર વખતે શૂજિત સરકારે મને મુખ્ય રોલની ઑફર કરી હતી. મેં એને કહ્યું કે આયુષમાન યોગ્ય પસંદગી છે. એને તક આપો.