‘પદ્માવતી’માં રણવીરનો હટકે લુક, તુર્કીના ખાનાબદોશ લોકોથી પ્રભાવિત છે

‘પદ્માવતી’માં રણવીરનો હટકે લુક, તુર્કીના ખાનાબદોશ લોકોથી પ્રભાવિત છે

ફિલ્મ 'પદ્માવતી'માં અભિનેતા રણવિર સિંહ અલાઉદીન ખિલજીનો રોલ નિભાવી રહ્યા છે. મહત્વાકાંશી અને જનુની સુલતાન બનેલા રણવિર સિંહનો લુક ફિલ્મમાં ઘણો અલગ બનાવ્યો છે. દિલ્લીની ડિઝાઇનર જોડી રિંપલ અને હરપ્રીત નરૂલાએ રણવિરની કોસ્ટયૂમ ડિઝાઇન કરી છે. રિંપલ નરૂલાએ કહ્યુ કે,'અમે એક એવા બહાદુર સુલ્તાનનો લુક અને કોસ્ટયૂમ ડિઝાઇન કરવાના હતા, જેથી લોકો લાંબા સમય સુધી યાદ રાખી શકે. અમને ખબર પડી કે તુર્કીના ખાનાબદોશ લોકોનો પ્રભાવ ખિલજી પર હતો. એટલા માટે અમે તુર્કીની આજુ બાજુ અફગાનિસ્તાન, કજાકિસ્તાન અને મધ્ય એશિયા બેલ્ટના કોસ્ટયૂમ્સ પર રિસર્ચ કરી'.