મને બ્લાઇન્ડ ગેમ રમવાની વધુ પસંદ છે: અનુરાગ કશ્યપ 

મને બ્લાઇન્ડ ગેમ રમવાની વધુ પસંદ છે: અનુરાગ કશ્યપ 

કોઇ પણ ફિલ્મ શરૂ કરતી વખતે હું સદા બ્લાઇન્ડ ગેમ રમતો હોઉં છું. ફિલ્મનું પરિણામ કેવું આવશે એની ચિંતા હું અગાઉથી કદી કરતો નથી, તેમ નિર્માતા અનુરાગ કશ્યપે એક પ્રેસ મિટમાં જણાવ્યુ હતુ. 'મને ખબર છે કે મારા મિત્ર ફિલ્મ સર્જકો શૂટિંગ શરૂ કરતા અગાઉ ઘણુ નક્કી કરે છે, પૂર્વયોજના ઘડતા હોય છે. મારા માટે શૂટિંગ એ મારી ફિલ્મને શોધવાની અને સાથોસાથ નિર્માણની પ્રક્રિયા છે. શૂટિંગ એ મારો પોતાનો અવાજ છે મારી વાત કહેવાની પ્રક્રિયા છે' એમ અનુરાગે કહ્યું હતું. ગેંગ્સ ઑફ વાસેપુરની સિરિઝ ઉપરાંત ગુલાલ, દેવ ડી, મુક્કાબાજ જેવી ફિલ્મો એણે આપી છે.