બાહુબલીની ગ્રાફિક નોવેલ લોન્ચ

બાહુબલીની ગ્રાફિક નોવેલ લોન્ચ

 ફિલ્મ 28 એપ્રિલનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે અને ફિલ્મને લઇને લોકોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ પહેલા ફિલ્મનાં પોસ્ટર, ટીઝર અને કલાકારોનાં લુક પણ રિલીઝ થઇ ચૂક્યા છે. હવે બાહુબલીનાં ફિલ્મમેકર્સે તેની ગ્રાફિક નોવેલ પણ લોન્ચ કરી છે.

આ ગ્રાફિક નોવેલને ટાઇટલ આપવામાં આવ્યુ છે, ‘બાહુબલી: બેટલ ઓફ ધ બોલ્ડ’. આ નોવેલમાં ફિલ્મનાં મુખ્ય પાત્ર બાહુબલી અને ભલ્લાલદેવનાં ભયંકર યુદ્ધને શામેલ કરવામા આવ્યુ છે. હાલમાં આ ગ્રાફિક નોવેલ મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ છે.  ‘બાહુબલી-2’નાં વીએફએક્સ માટે હાલમાં 33 સ્ટૂડિયોમાં કામ સતત ચાલી રહ્યુ છે.સોર્સ સંદેશ ન્યૂઝ